ભલે પધાર્યા! ભલે પધાર્યા!

સુસ્વાગતમ્, આપનું સ્વાગત છે!

આ વર્ડપ્રેસ બ્લોગ એ માવજીભાઈએ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે. આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો. આપ સૌની સગવડ માટે જ્યાંથી જે મળ્યું ત્યાંથી તે લઈ આવી આ સંગ્રહ એકઠો કર્યો છે. ઘણાં મિત્રોએ સામે ચાલીને આવી સામગ્રી મોકલી છે તેમનો ખૂબ ખૂબ આભાર. માવજીભાઈની કોઈ ભૂલ બતાવવી હોય કે ઠપકો આપવો હોય તો mavjibhai at gmail dot comના સરનામે જરૂર કાગળ લખશો.