[મુખ્યપૃષ્ઠ]


વ્યાકરણ પરિચય

કોઈ પણ ભાષાનું વ્યાકરણ તે ભાષાને નિયમનમાં, અંકુશમાં રાખે છે, તેને સ્વચ્છંદી બનવા દેતું નથી. વ્યાકરણ વિનાની ભાષા અને ‘નધણિયાતા ખેતરમાં આવેલા હરાયા ઢોરના ચરિયાણ’ એ બે વચ્ચે ઝાઝો ફરક નથી. કોઈ પણ સંસ્કારી ભાષાપ્રેમીને આવું સહેજે ન ગમે. કોઈ પણ ભાષાએ પોતાનું પોત સાચવવું હોય તો તેણે નિયમમાં રહેવું જ પડે. વ્યાકરણ એટલે આવા નિયમો.

સાચી ભાષા બોલવા-લખવા માટે આપણે વૈયાકરણી – વ્યાકરણશાસ્ત્રના પ્રકાંડ પંડિત થવાની જરૂર નથી. પરંતુ આપણે આપણી ભાષાનો અને તેના વ્યાકરણનો સાધારણ-પ્રાથમિક પરિચય તો મેળવવો જ જોઈએ. અત્રે ગુજરાતી ભાષાના વ્યાકરણનો પ્રાથમિક પરિચય આપવાનો એક પ્રયોગ કરાયો છે. અહીં નીચે અપાયેલી લિન્ક પરથી તમે ‘વ્યાકરણ પરિચય’ પુસ્તિકા ડાઉનલોડ કરી વાંચી શકો છો.

વ્યાકરણ પરિચય

[મુખ્યપૃષ્ઠ]